દીકરી એ ભગવાનનો આશિર્વાદ છે. તેના લગ્નના પવિત્ર અવસરે સરકાર તરફથી મળતી સહાયદારો નમ્ર પ્રયાસ છે સમાજના સમાન વિકાસ માટે. કુંવરબાઈનું મામેરું યોજના 2025 એ એવી જ એક અનમોલ યોજના છે, જે અંતર્ગત દીકરીના લગ્ન સમયે પરિવારને ₹12,000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે.
જો તમે પણ SC, ST, OBC, EWS, SEBC કે અન્ય પછાત વર્ગના રહેવાસી છો અને દીકરીના લગ્ન માટે કુંવરબાઈનું મામેરું યોજના 2024 અંતર્ગત સહાય મેળવવા માંગતા હો, તો આ લેખમાં તમને સમગ્ર માહિતી – પાત્રતા, જરૂરી દસ્તાવેજો, ઓનલાઇન અરજી પ્રક્રિયા, લિંક અને વધુ માહિતી આપવામાં આવી છે.
સહાય રકમ અને લાભાર્થીઓ
મુદ્દો | વિગત |
---|---|
યોજનાનું નામ | કુંવરબાઈનું મામેરું યોજના 2025 |
સહાય રકમ | ₹12,000/- પ્રતિ દીકરી (02 દીકરીઓ સુધી) |
પાત્રતા | SC, ST, OBC, SEBC તથા EWS વર્ગોની કન્યાઓ |
આવક મર્યાદા | વાર્ષિક ₹6,00,000/- સુધી |
અરજી સમયસીમા | લગ્નથી 02 વર્ષના અંદર |
Official Website | https://esamajkalyan.gujarat.gov.in |
કુંવરબાઈનું મામેરું યોજના 2025 જરૂરી દસ્તાવેજો – Kuvarbai Nu Mameru Yojana Online Apply માટે
- દીકરીના લગ્નનું નોંધણી પ્રમાણપત્ર
- કન્યા તથા પિતાનું આધાર કાર્ડ
- આવકનો દાખલો (વર્ષની અંદરનો માન્ય)
- રહેઠાણનો પુરાવો
- LC અથવા જન્મ પ્રમાણપત્ર
- જાતિનો દાખલો
- યુવકના ઉંમરનો પુરાવો
- કન્યાનું બેંક એકાઉન્ટ વિગત
- પિતાના અવસાનની સ્થિતિમાં મૃત્યુ પ્રમાણપત્ર
- લેખિત સંમતિપત્રક અને બાંહેધરી
કુંવરબાઈનું મામેરું યોજના 2025 પાત્રતા
- અરજીકર્તા ગુજરાત રાજ્યનો નિવાસી હોવો જોઈએ.
- અરજદાર SC, ST, OBC, SEBC કે EWS વર્ગનો હોવો જોઈએ.
- દિકરીનો ઉંમર લગ્ન સમયે 18 વર્ષ કે તેથી વધુ હોવો જોઈએ.
- યુવકનો ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવો જોઈએ.
- વાર્ષિક આવક શહેરી વિસ્તારો માટે ₹6 લાખથી ઓછી અને ગ્રામ્ય વિસ્તારો માટે પણ ₹6 લાખથી ઓછી હોવી જોઈએ.
- એક પરિવારમાં વધુમાં વધુ 2 દીકરીઓ માટે લાભ લઈ શકાય છે.
- લગ્ન થયેલા 2 વર્ષની અંદર અરજી કરવી જરૂરી છે.
કુંવરબાઈનું મામેરું યોજના 2025 સહાય રકમ
- કુલ સહાય રકમ: ₹12,000/-
- આ સહાય સરકાર તરફથી સીધી કન્યાના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે.
- એક જ પરિવારના બે દીકરીઓ સુધી આ લાભ મેળવવા માટે મંજૂરી છે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
કુંવરબાઈનું મામેરું યોજના માટે તમે https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કેટલી સહાય મળે છે?
કુલ ₹12,000/- ની સહાય કન્યાના ખાતામાં જમા થાય છે.
અરજી માટે કેટલી દીકરીઓ પાત્ર છે?
એક પરિવાર માટે બે દીકરીઓ સુધી લાભ મળવાપાત્ર છે.