Tractor Sahay Yojana 2025: ટ્રેક્ટર ખરીદી પર મળશે સહાય | ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના

ગુજરાત ખેતી ક્ષેત્રે સતત નવી નવી તકનીકો અપનાવતું રહ્યું છે. રાજ્ય સરકાર પણ ખેડૂતો માટે વિવિધ લાભદાયક યોજનાઓ અમલમાં મૂકે છે, જેનાથી ખેતી વધારે ફળદાયી બને અને ખેડૂતોની આવક બમણી થાય. આવી જ એક મહત્વની યોજના છે Tractor Sahay Yojana 2025, જેમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રાજ્ય સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે.

ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ Tractor Sahay Yojana 2025

ખેતીને વધુ ઝડપી અને ટેકનિકલ બનાવવા માટે ખેડૂતભાઈઓને ટ્રેક્ટર ખરીદવા માટે મદદરૂપ થવું. ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત સરકાર ખેતીમાં સહેલાઈ અને વિકાસ લાવવાના હેતુથી ટૂંકી પ્રક્રિયામાં નાણાકીય સહાય આપે છે.

અરજી માટે જરૂરી દસ્તાવેજો Tractor Sahay Yojana 2025

યોજનાનો લાભ મેળવવા માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે:

  • ખેડૂતનો ફોટો
  • આધારકાર્ડ
  • મતદાર કાર્ડ
  • રાશન કાર્ડ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • જમીનના દસ્તાવેજો

ટ્રેક્ટર સહાય અને લોન સંબંધિત માહિતી

  • યોજના હેઠળ રૂ. 6,00,000 સુધીની લોન ઉપલબ્ધ છે.
  • વ્યાજદર: 6% (માત્ર)
  • માસિક હપ્તો: કુલ લોનના 5% મુજબ
  • મોડું ચુકવાય તો 2.5% દંડ સ્વરૂપે વધુ વ્યાજ વસુલાય

મફતમાં લેપટોપ ,જાણો કોને કોને મળશે.

ટ્રેક્ટર સહાય કોણ લઇ શકે છે લાભ?

  • અરજદારની ઉંમર 18 થી 55 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • અરજદાર પાસે લાઇસન્સ હોવું ફરજિયાત છે
  • ગ્રામ્ય વિસ્તાર માટે આવક રૂ. 1,20,000 કરતાં ઓછી
  • શહેરી વિસ્તાર માટે આવક રૂ. 1,50,000 કરતાં ઓછી હોવી જોઈએ
  • આરક્ષિત વર્ગના અને મહિલા ખેડૂતોને વધુ પ્રાથમિકતા

ટ્રેક્ટર સહાય કેવી રીતે કરશો અરજી? (Step-by-Step Guide)

  • iKhedut Portal (https://ikhedut.gujarat.gov.in/) પર જાઓ
  • ટ્રેક્ટર સહાય “યોજનાઓ” વિભાગમાં “બાગાયતી યોજના” પસંદ કરો
  • ટ્રેક્ટર સહાય “ટ્રેક્ટર (20 PTO HP)” વિકલ્પ પસંદ કરો
  • “અરજી કરો” પર ક્લિક કરો
  • જો તમે પહેલાથી રજીસ્ટર છો તો “હા” પસંદ કરો અને આધારકાર્ડ/મોબાઈલ નંબર દાખલ કરો
  • જો નહિ, તો “ના” પસંદ કરો અને નવી અરજી કરો
  • જરૂરી માહિતી ભર્યા પછી અરજી સેવ કરો અને ચોક્કસ માહિતી તપાસો
  • અરજી કન્ફર્મ થયા પછી અરજીનો પ્રિન્ટ કાઢી લો

Leave a Comment