ગુજરાત સરકારનું બિન અનામત વર્ગના યુવાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના. આ યોજના અંતર્ગત U.P.S.C, G.P.S.C વર્ગ 1, 2, 3, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, તેમજ કેન્દ્ર સરકારની રેલ્વે, બેંક વગેરેમાં ભરતી માટેની પરીક્ષાઓ માટે તાલીમ લેતા વિદ્યાર્થીઓને પ્રતિ વિદ્યાર્થીઓ રૂ. 20,000/- અથવા ખરેખર ચુકવેલી ફી – જે ઓછી હોય એ મુજબ સહાય આપવામાં આવે છે. spardhatmak pariksha talim sahay yojana 2025
સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના વિશે સંક્ષિપ્ત માહિતી
મુદ્દો | વિગતો |
---|---|
યોજનાનું નામ | સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના |
લાગુ વર્ગ | બિન અનામત વર્ગ (General/EWS) |
લાયકાત | ધોરણ 12 પાસ, ઓછામાં ઓછું 60% ગુણ |
સહાય રકમ | રૂ. 20,000 અથવા ચુકવેલી ફી – જે ઓછી હોય |
સ્પર્ધાત્મક પરીક્ષા સહાય 2025 યોજના પાત્રતા માપદંડ
- ઉમેદવાર ધોરણ-12માં 60% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરેલ હોવો જોઈએ.
- ઉમેદવાર કોઈ પણ સરકારી નોકરીમાં ફરજ બજાવતો ન હોવો જોઈએ.
- ઉમેદવાર જે પરીક્ષા માટે તાલીમ લઈ રહ્યો હોય, તેની લાયકાત હોવી જરૂરી છે.
- તાલીમ નિયત સંસ્થામાં લેવી જરૂરી છે, જે સરકાર દ્વારા માન્ય હોય.
- કુટુંબની વાર્ષિક આવક રૂ. 4.5 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
- સહાય ફક્ત એક વખત મળે છે.

સ્પર્ધાત્મક પરીક્ષા સહાય 2025 જરૂરી દસ્તાવેજોની યાદી
- આધાર કાર્ડ
- જન્મતારીખનો પુરાવો
- રહેઠાણનો પુરાવો
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- ધોરણ-10ની માર્કશીટ
- ધોરણ-12ની માર્કશીટ
- કોચિંગ સંસ્થાનો રજિસ્ટ્રેશન / GST નંબર
- કોચિંગ માટે ચૂકવેલી ફીનું રસીદ / પુરાવો
- સંસ્થાનું એડમિશન લેટર (કોર્સ અને ફી વિગત સાથે)
- બેંક પાસબુકનો પ્રથમ પાનું
સ્પર્ધાત્મક પરીક્ષા સહાય ફોર્મ કઈ રીતે ભરવું?
- ઓનલાઇન અરજી કરવા માટે GUEEDC ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- “Training Scheme for Competitive Exams” વિભાગ પસંદ કરો.
- “Apply” પર ક્લિક કરીને નવી નોંધણી કરો.
- લોગિન કર્યા પછી જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફાઇનલ સબમિટ કરી કન્ફર્મ કરો.
- અરજી નંબર ભવિષ્યના સંદર્ભ માટે સાચવો.
competitive training sahay yojana gujarat 2025
- વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
- વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
1 thought on “સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના –રૂ. 20,000/ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે સોનેરી તક”