ગુજરાત સન્માન પોર્ટલ પર યોજના માટે નોંધણી 2025 અને લૉગિન @ sanman.gujarat.gov.in

ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગી પરિવારના સન્માન માટે શરૂ કરવામાં આવેલ ગુજરાત સન્માન પોર્ટલ હવે નોંધણી અને લૉગિન માટે ખુલ્લું છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ છે શ્રમજીવી સમાજને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી આપી શકાય. Sanman portal gujarat

આ પોર્ટલ પર BOCW (બિલ્ડિંગ એન્ડ adhother કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડ) અને GLWB (ગુજરાત લેબર વેલફેર બોર્ડ) દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ લેખ અંત સુધી વાંચો અને જાણો કે કેવી રીતે તમે આ પોર્ટલ પર નોંધણી કરીને ઓનલાઈન અરજી કરી શકો છો.

WhatsApp ગ્રુપ જોડાઓ

BOCW યોજનાઓની યાદી – 2025

આ પોર્ટલ દ્વારા નીચે જણાવેલી યોજનાઓનો લાભ શ્રમજીવી લઈ શકે છે:

  • તબીબી સહાય યોજના
  • પ્રસૂતિ સહાય યોજના (પ્રસૂતિ પહેલા)
  • વિશિષ્ટ કોચિંગ યોજના
  • પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના
  • મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના
  • નાનાજી દેશમુખ આવાસ યોજના
  • અંત્યેષ્ઠી સહાય યોજના
  • હોસ્ટેલ સહાય યોજના
  • અકસ્માત મૃત્યુ સહાય યોજના
  • શિક્ષણ સહાય / પી.એચ.ડી યોજના
  • વ્યવસાયિક રોગોમાં સહાય
  • હાઉસીંગ સબસીડી યોજના

GLWB યોજનાઓની યાદી – 2025

શ્રમજીવી પરિવારો માટે GLWB દ્વારા યોજના લાવવામાં આવી છે:

  • ઉચ્ચતર શિક્ષણ સહાય યોજના
  • લેપટોપ ખરીદ સહાય યોજના
  • શ્રમયોગી હોમ ટાઉન યોજના
  • સંપૂર્ણ તબીબી તપાસ સહાય
  • અકસ્માત સહાય યોજના
  • ધોરણ ૧૨ શૈક્ષણિક પુરસ્કાર
  • સાઇકલ સબસીડી સહાય
  • મહિલા શ્રમયોગી લગ્ન સહાય
  • હોમ લોન વ્યાજ સબસીડી
  • બેટી પ્રોત્સાહન યોજના
  • ધોરણ ૧૦ શૈક્ષણિક પુરસ્કાર

ગુજરાત સન્માન પોર્ટલ નોંધણી અને લૉગિન પ્રક્રિયા

  • હોમપેજ પર તમને Citizen Login અને “New User? Please Register Here” ઓપ્શન જોવા મળશે.
  • નવા યુઝર તરીકે “Register Here પર ક્લિક કરો.
  • હવે નોંધણી પેજ ખુલશે જ્યાં તમારે શ્રમયોગીનું આધાર કાર્ડ નંબર અને યુઝરનો પ્રકાર પસંદ કરવાનો રહેશે.
  • ત્યાર બાદ જરૂરી માહિતી ભરીને ફોર્મ સબમિટ કરો.
  • નોંધણી પછી તમે સરળતાથી લૉગિન કરીને અરજી કરી શકશો.

Leave a Comment