ગુજરાત રાજ્યમાં નાગરિકોની સુખાકારી અને જીવનધોરણ સુધારવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. આમાંની એક મહત્વપૂર્ણ યોજના છે મફત રાશન સહાય યોજના, આ યોજન નો મુખ્ય ઉદ્દેશ ગરીબ નાગરિકોને મફત અનાજ અને અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડવાનો છે. આ યોજના ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. Mafat Ration Sahay Yojana Gujarat રાજ્યના લોકોને માસિક ધોરણે અનાજ, દાળ, તેલ, ખાંડ જેવી વસ્તુઓ વાજબી ભાવે પૂરી પાડવામાં આવે છે.
આ લેખમાં તમે જાણશો કે તમારા રેશનકાર્ડમાં કેટલો જથ્થો મળવાપાત્ર છે, તે કેવી રીતે ઓનલાઈન ચેક કરવું અને કઈ વસ્તુઓ કેટલા પ્રમાણમાં મળશે. ચાલો, વિગતવાર જાણીએ.
મફત રાશન યોજનાનો ઉદ્દેશ
ગુજરાત સરકારની આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે ગરીબી રેખા નીચે જીવન ગાળતા નાગરિકોને પોષણયુક્ત ખોરાક પૂરો પાડવો. આ યોજના હેઠળ, રાજ્યના લોકોને માસિક ધોરણે અનાજ, દાળ, તેલ, ખાંડ અને મીઠું જેવી આવશ્યક વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. આ યોજના ખાસ કરીને એનએફએસએ (NFSA) અંતર્ગત ચલાવવામાં આવે છે અને તેમાં AAY (અંત્યોદય), BPL (ગરીબી રેખા નીચે) અને APL (ગરીબી રેખા ઉપર) કાર્ડ ધારકોને લાભ આપવામાં આવે છે.
Read Also: e Samaj kalyan Portal 2025: ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ રજિસ્ટ્રેશન, લોગિન, અરજી કરવાની પ્રક્રિયા
તમારા ગામ માં રેશનકાર્ડમાં કેટલો જથ્થો મળશે?
1. અંત્યોદય (AAY) કાર્ડ ધારકો ને મળવાપાત્ર જથ્થો
અંત્યોદય કાર્ડ ધારકોને સૌથી વધુ લાભ મળે છે. આ કાર્ડ હેઠળ નીચેના જથ્થામાં વસ્તુઓ મળે છે:
- ઘઉં: 15 કિલો
- ચોખા: 20 કિલો
- તુવેર દાળ: 1 કિલો (કિંમત: ₹50)
- આખા ચણા: 1 કિલો (કિંમત: ₹30)
- સીંગદાનાનું તેલ: 1 કિલો (કિંમત: ₹100)
- મીઠું: 1 કિલો (કિંમત: ₹1)
- ખાંડ: 350 ગ્રામ (તહેવારના સમયે 1 કિલો વધારાનું, કિંમત: ₹15)
2. NFSA BPL કાર્ડ ધારકો ને મળવાપાત્ર જથ્થો
BPL કાર્ડ ધારકોને નીચેના જથ્થામાં વસ્તુઓ મળે છે:
- ઘઉં: 2 કિલો વ્યક્તિ દીઠ
- ચોખા: 3 કિલો વ્યક્તિ દીઠ
- તુવેર દાળ: 1 કિલો (કિંમત: ₹50)
- આખા ચણા: 1 કિલો (કિંમત: ₹30)
- સીંગદાનાનું તેલ: 1 કિલો (કિંમત: ₹100)
- મીઠું: 1 કિલો (કિંમત: ₹1)
- ખાંડ: 350 ગ્રામ (તહેવારના સમયે 1 કિલો વધારાનું, કિંમત: ₹22)
3. APL કાર્ડ ધારકો ને મળવાપાત્ર જથ્થો
APL કાર્ડ ધારકોને કોઈ પણ પ્રકાર ના અનાજ મફત માં મળતું નથી.
રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો ઓનલાઈન કેવી રીતે ચેક કરવો?
રેશનકાર્ડમાં કેટલો જથ્થો મળશે તે ચેક કરવા માટે નીચે આપેલ પ્રક્રિયા
- તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર પર Google ખોલો અને https://ipds.gujarat.gov.in/ ટાઇપ કરો.
- અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે.
- “તમને મળવાપાત્ર જથ્થો” નામનું ઓપ્શન પસંદ કરો.
- તમારો રેશનકાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
- “View/જુઓ” બટન પર ક્લિક કરો.
- તમારી સામે એક ટેબલ ફોર્મેટમાં તમને મળવાપાત્ર જથ્થો જોવા મળશે.
રેશનકાર્ડ નંબર વગર જથ્થો ચેક કરવાની પ્રક્રિયા
જો તમારી પાસે રેશનકાર્ડ નંબર નથી, તો પણ તમે નીચેની લિંક દ્વારા તમારો જથ્થો ચેક કરી શકો છો:
https://ipds.gujarat.gov.in/Register/frm_KnowYourEntitlement.aspx
નિષ્કર્ષ
ગુજરાત સરકારની મફત રાશન યોજના ગરીબ નાગરિકો માટે એક કલ્યાણકારી યોજના છે. આ યોજના દ્વારા લોકોને પોષણયુક્ત ખોરાક સહેલાઈથી મળી રહે છે. તમારા રેશનકાર્ડમાં કેટલો જથ્થો મળશે તે જાણવા માટે ઉપરોક્ત પગલાં અનુસરો અને યોજનાનો લાભ લો.