ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કેવી રીતે અપડેટ કરો તમારે નજીકના આધાર સેવા કેન્દ્ર અથવા CSC પર જવું પડશે. અથવા આધાર કાર્ડમાં નંબર એડ કરવા માટે કેટલો ખર્ચ થશે અને નંબર એડ કર્યા પછી કેટલા દિવસમાં અપડેટ કરવામાં આવશે તો તમને સંપૂર્ણ માહિતી આપીશું આ પ્રક્રિયામાં ફોર્મ ભરવાનું રહેશે એમાં તમારી બાયોમેટ્રિક લેવામાં આવશે અને પાંચથી સાત દિવસ માં તમારો મોબાઈલ નંબર અપડેટ થઈ જશે વધુ માહિતી નીચે આપેલ છે તે તમે જાણી શકો છો કે કેટલો ખર્ચ થશે અને મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરો Mobile number link to Aadhar card gujarati
જો તમારું રજીસ્ટર્ડ મોબાઇલ નંબર આધાર કાર્ડમાં બંધ થઇ ગયું છે કે OTP મળતું નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને સરળ ભાષામાં સમજાવશું કે “આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કેવી રીતે અપડેટ કરવો?” અને એ માટે કેટલો ખર્ચ થશે.
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ કરવા માટે શું કરવું? Mobile number link to Aadhar card gujarati
તમારું મોબાઇલ નંબર અપડેટ કરવા માટે ઓનલાઈન નહીં, પરંતુ તમારે નજીક આધાર સેવા કેન્દ્ર કે CSC (Common Service Center) પર જવું પડશે. ત્યાં આપેલી સરળ પ્રક્રિયા નીચે મુજબ છે: આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ કરવા માટે શું કરવું?
- સૌથી પહેલાં UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ પરથી નજીકનું આધાર કેન્દ્ર શોધો.
- કેન્દ્ર પર જઈને “મોબાઇલ નંબર અપડેટ” માટેનું ફોર્મ ભરો.
- નવા મોબાઇલ નંબરની એન્ટ્રી કરો.
- આધાર અધિકારી આપનું બાયોમેટ્રિક વેરિફિકેશન (ફિંગરપ્રિન્ટ) કરશે.
- પ્રક્રિયા પછી તમને એક Acknowledgment Slip મળશે, જેમાં URN નંબર હશે, જેના થકી તમે તમારા અપડેટ સ્ટેટસને ટ્રેક કરી શકો છો.

મોબાઇલ નંબર અપડેટ કરવા કેટલો ખર્ચ થશે? mobile number link to aadhar card online charges
આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાનો ચાર્જ માત્ર ₹50 છે. જો તમે સાથે એડ્રેસ કે ઇમેઇલ પણ બદલાવો છો, તો પણ કુલ ચાર્જ ₹50 જ રહેશે. કોઈ વધારાની ફી નહીં વસુલાય.
મોબાઇલ નંબર અપડેટ થવામાં કેટલો સમય લાગે છે?
સામાન્ય રીતે મોબાઇલ નંબર અપડેટ થવામાં 5 થી 7 કાર્યદિવસ લાગે છે. નંબર અપડેટ થયે પછી, તમે mAadhaar એપ કે UIDAI ની વેબસાઇટ પરથી તેનું સ્ટેટસ ચેક કરી શકો છો.
શા માટે જરૂરી છે આધાર કાર્ડ માં મોબાઇલ નંબર હોવો?
જ્યારે તમારું નવું નંબર આધાર સાથે જોડાઈ જાય, ત્યારે તમે OTP આધારીત તમામ સરકારી સેવાઓ જેમ કે:
- DigiLocker એક્સેસ
- PAN-આધાર લિંકિંગ
- મોબાઇલ સિમ વેરિફિકેશન
- પેમેન્ટ સબસિડી મેળવો
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કેવી રીતે બદલવો?
નજીકના આધાર સેવા કેન્દ્ર જઈને ફોર્મ ભરીને નવી માહિતી સાથે બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પડે છે.
મોબાઇલ નંબર અપડેટ કરવા કેટલી ફી લાગે છે?
મોબાઇલ નંબર અપડેટ માટે માત્ર ₹50 ચાર્જ છે.
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ કરવા માટે શું કરવું?
આધાર સેવા કેન્દ્ર (Aadhaar Seva Kendra) અથવા CSC (Common Service Center) પર જઈને ફોર્મ ભરી, બાયોમેટ્રિક વેરિફિકેશન સાથે તમારું નવું મોબાઇલ નંબર એડ કરાવવું પડે છે. ફી ₹50 છે.
આધાર કાર્ડ નવુ કાઢવા માટે શું શું જોઈએ?
ઓળખનો પુરાવો (જેમ કે પેન કાર્ડ, પાસપોર્ટ)
સરનામા પુરાવો (જેમ કે લાઇટ બિલ, રેશન કાર્ડ)
અને તમારું બાયોમેટ્રિક ડેટા (ફિંગરપ્રિન્ટ અને ફોટો)
આધાર કાર્ડ અપડેટ કરવા માટે શું ડોક્યુમેન્ટ જોઈએ?
નામ બદલવા માટે: સરકારી આઈડી કે શાળા પ્રમાણપત્ર
સરનામું બદલવા માટે: લાઇટ બિલ, ગેસ બિલ, બેંક સ્ટેટમેન્ટ
જન્મતારીખ માટે: જન્મ પ્રમાણપત્ર અથવા શાળા LC
યુઆઈડી નંબર એટલે શું?
UID એટલે “યુનિક આઈડેન્ટિફિકેશન નંબર”, જે તમારું 12 અંકનું આધાર નંબર છે. દરેક નાગરિક માટે આ નંબર અનન્ય હોય છે અને તેનું ઓળખપત્ર સમાન છે.
આધાર કાર્ડમાં નામ સુધારવા માટે શું કરવું?
તમારે આધાર સેવા કેન્દ્ર પર જઈને નામ સુધારવાની અરજી કરવી. ફોર્મ ભરવો, ઓળખના આધાર સાથે યોગ્ય દસ્તાવેજ આપવો અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું. ફી ₹50 છે.
આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
તમે UIDAI ની વેબસાઈટ (https://uidai.gov.in) પર જઈને ‘Download Aadhaar’ વિકલ્પ પસંદ કરો. તમારું આધાર નંબર, OTP અને યોગ્ય વિગતો આપીને PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.
આધાર કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું?
જો આધાર કાર્ડ ખોવાઈ જાય, તો UIDAI ની વેબસાઈટ પરથી પુનઃપ્રાપ્ત કરી શકાય છે. તમારું મોબાઇલ નંબર અને OTP દ્વારા ફરીથી ડાઉનલોડ કરી શકો છો અથવા સર્વિસ સેન્ટર પરથી નવું પ્રિન્ટ લેવાઈ શકે છે.