મહિલા સમૃદ્ધિ યોજના 2025 નો હેતુ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સફાઈ કામદાર મહિલાઓ અને તેમના બાળકોને સ્વરોજગારી માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. યોજના હેઠળ મહિલાઓ નાના વ્યવસાયો જેવા કે:
કરિયાણાની દુકાન બ્યુટી પાર્લર દરજી કામ હેન્ડિક્રાફ્ટ/ભરતકામ અન્ય લઘુ ઉદ્યોગો શરૂ કરી શકે છે.
Mahila samriddhi Yojana 2025 પાત્રતા (Eligibility)
- અરજદાર ગુજરાતનો નિવાસી હોવો જોઈએ.
- સફાઈ કામદાર (સ્વીપર, વેસ્ટ મેનેજમેન્ટ વર્કર) અથવા તેમના બાળકો.
- મહિલા ઉમેદવારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- કુટુંબની વાર્ષિક આવક ₹3 લાખથી વધુ ન હોવી જોઈએ. (જો સરકારી નિયમોમાં ફેરફાર થાય તો તાજેતરમાં ચેક કરો.)
મહિલા સમૃદ્ધિ યોજના 2025 જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ (મહિલા અને પતિ/પિતા)
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો (બિલ/ભાડાપટ્ટો)
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય)
- આવકનો દાખલો (ઇનકમ સર્ટિફિકેટ)
- બેંક પાસબુક/કેન્સલ ચેકની નકલ
- સફાઈ કામદાર તરીકે નોકરીનો પુરાવો
સરકાર ધોરણ 9 થી 12ની વિદ્યાર્થિનીએ 50,000 રૂપિયા મળશે, અહીં થી કરો રજીસ્ટ્રેશન.
મહિલા સમૃદ્ધિ યોજના 2025 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
મહિલા સમૃદ્ધિ યોજના માટે અરજી કરવા સૌપ્રથમ તમારે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in પર જવું પડશે ત્યાં જઈ અને તમે આ વેબસાઈટ પરથી ઓનલાઇન માહિતી અને અરજી કરી શકો છો વેબસાઈટ પર જશો એટલે ત્યાં લખેલું હશે “મહિલા સમૃદ્ધિ યોજના 2025” તેના પર ક્લિક કરશો એટલે તમને બધી માહિતી મળી જશે અને પછી એપ્લાય પર ક્લિક કરી અને તમે ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવા તમારી સંપૂર્ણ વિગતવાર ભરવી પડશે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે પછી સબમીટ બટન પર ક્લિક કરશો એટલે તમારું અરજી ફોર્મ ભરાઈ જશે