ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 100% Penalty Mafi Yojana Gujarat શરુ કરવામાં આવી છે. આ યોજના દ્વારા આર્થિક સહાય લાભાર્થી ને પુરી પાડવામાં આવશે. મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની ભાડા ખરીદી પધ્ધતિથી ફાળવવામાં આવેલ વસહતોમાં હપ્તા અને પેનલ્ટીની ની રકમ બાકી હોય તો તમે એકીસાથે બધા બાકી પૈસા ભરો છો તો તમને 100% પેનલ્ટી માફી યોજના હેઠળ પેનલ્ટી માં 100% માફી આપવામાં આવશે.
100% Penalty Mafi Yojana Gujarat શું છે ?
ગુજરાત હાઉસીંગ બોર્ડની તથા સ્લમ કલીયરન્સ સેલની રકમ ભરવાની બાકી હોય તો મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના હેઠળ નવી યોજના ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શરુ કરવામાં આવી છે. આ નવી યોજના નું નામ 100% પેનલ્ટી માફી યોજના છે.
તા 31 માર્ચ 2025 સુધી ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જૂની યોજનાઓમાં સમય મર્યાદામાં હપ્તા ના ભરી શકનાર લાભાર્થીઓ દ્વારા હપ્તાની બાકી રહેતી રકમ એકસાથે ભરી દેવામાં આવે તો તેઓની પેનલ્ટીની રકમ પર 100 ટકા માફી આપવામાં આવે છે.
Read Also: વાહન ખરીદી માટે લીધેલ લોન પર વ્યાજ સહાય યોજના: 5 થી 20 લાખની લોન પર મળશે વ્યાજ સહાય, જાણો વિગત
100% પેનલ્ટી માફી યોજના Highlight
મુખ્ય માહિતી | વિગતો |
---|---|
યોજનાનો લક્ષ્ય | Financial Help (આર્થિક સહાય) |
વિભાગ | શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ |
Apply | Online |
ઓફિસિયલ વેબસાઈટ | udd.gujarat.gov.in |
યોજનાની માલિકી | રાજ્ય સરકાર |
યોજનાનો પ્રકાર | રાહત યોજના |
વ્યક્તિગત આવક મર્યાદા | 0.00 |
પરિવાર માટે આવક મર્યાદા | 0.00 |
યોજના કોને લાગુ પડશે | બધા ગુજરાત રાજ્ય ના નાગરિકોને |
100% Penalty Mafi Yojana Gujarat Documents
- આધાર કાર્ડ
- પરિશિષ્ટ-૨ મુજબનું આવક અંગેનું નિયત નમુનાનું પ્રમાણપત્ર
- પાવર ઓફ એટર્નીની પ્રમાણિત નકલ ફી ભર્યાની રસીદ
- ભાડા કરારની નકલ/ભાડાની પહોચ/ મકાન માલિક નો પત્ર
- મરણનું પ્રમાણપત્ર
100% પેનલ્ટી માફી યોજના માટેનું ફોર્મ PDF
100% પેનલ્ટી માફી યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ડાઉનલોડ કરવો પડશે. ફોર્મ ભરીને ઓનલાઇન જ સબમિટ કરવાનો રહેશે.
100% પેનલ્ટી માફી યોજના ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
100% પેનલ્ટી માફી યોજનામાં આવેદન કરવાની પ્રક્રિયા
- 100% પેનલ્ટી માફી યોજનામાં ONLINE APPLY કરવા માટે તમારે Mari Yojana Portal પર જવાનું રહેશે.
- પછી યોજનાઓ પર ક્લિક કરો
- “યોજનાનું નામ” માં તમારે 100% પેનલ્ટી માફી યોજના શોધવાની રહેશે
- હવે “વધુ માહિતી માટે” પર ક્લિક કરો
- હવે નવું પેજ ખુલશે જેમાં 100% પેનલ્ટી માફી યોજના વિશે વિગતવાર માહિતી આપી હશે એ વાંચો
- પછી તમારે ઓનલાઇન એપ્લીકેશન કરવાની લિંક પર ક્લિક કરવાનું રહેશે (ડાઇરેક્ટ લિંક નીચે આપેલ છે)
- હવે એક નવું પેજ ખુલશે “દસ્તાવેજ માટે અરજી ફોર્મ (મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના)” માટે નું
- આ પેજ માં માંગેલ માહિતી ભરો જેમાં તમારું નામ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર યોજના નું નામ વગેરે
પછી તમારે જરૂરી ડોક્યુમેન્ટ્સ નીચે મુજબ અપલોડ કરવાના રહેશે
- મકાનના લેટેસ્ટ ફોટો,
- મકાનના નગરપાલિકા અથવા મ્યુનિ. કોર્પોરેશનના છેલ્લા વર્ષનું ટેક્ષનું બીલની ઝેરોક્ષ નકલ રજુ કરેલ છે,
- આવકનું પ્રમાણપત્ર રજુ કરેલ છે,
- મુળ ભાડેદારથી ઉત્તરોઉતર બધા જ પાવર ઓફ એટર્ની અને કરારોની ઝેરોક્ષની ખરી નકલ રજુ કરવી,
- જેના નામે મકાન/ફ્લેટ કરવાનું હોય તેના નીચે મુજબના ઝેરોક્ષની ખરી નકલના પુરાવા રજુ કરવા ૧- આધાર કાર્ડ (ફરજીયાત),
- જેના નામે મકાન/ફ્લેટ કરવાનું હોય તેના નીચે મુજબના ઝેરોક્ષની ખરી નકલના પુરાવા રજુ કરવા ૨- પાન કાર્ડ (ફરજીયાત),
- મકાન/ફ્લેટના સર્ચ રીપોર્ટની કોપી જે તે વિસ્તારની/દસ્તાવેજની નોંધણી કચેરીમાંથી (નવીનતમ),
- ગુજરાત હાઉસીંગ બોર્ડમાં અગાઉ દસ્તાવેજ અંગે ભરેલ રકમની રસીદની ઝેરોક્ષ નકલો રજુ કરવી,
- જો મુળ ભાડેદાર/પાવર ઓફ એટર્ની હોલ્ડરનું અવસાન થયેલ હોય તો રૂ.૩૦૦/- ના સ્ટેમ્પ ઉપર પેઢીનામું લાવવું ,
- હક્ક સંમતિપત્રક રૂ.૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર લાવવું
- અવસાન દાખલાની ખરી નકલ
ઉપર મુજબ ના ડોક્યુમેંટ્સ અપલોડ કર્યા પછી તમારે Submit પર ક્લિક કરવાનું રહેશે. આ રીતે તમારું 100% પેનલ્ટી માફી યોજનામાં ફોર્મ ભરાઈ જશે.
જરૂરી લિંક
આવેદન માટે ડાઇરેક્ટ લિંક – અહીં ક્લિક કરો