બંને માંથી આ યોજના માં મળશે વધુ રૂપિયા, જાણો કઈ યોજના તમારા મારે સૌથી વધારે સારી છે

SSY Vs MSSC: ભારત સરકાર દ્વારા મહિલાઓ અને છોકરીઓની નાણાકીય સુરક્ષા અને સશક્તિકરણ માટે બે મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરવામાં આવી છે: સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC). આ યોજનાઓ લાભ માતા, બહેન, દીકરી અને પત્ની લઇ શકે છે . આ બને યોજનાના લાભ, પાત્રતા અને ફાયદા અલગ અલગ છે. ચાલો, આ લેખ માં જાણીએ કઈ યોજના તમારા મારે સૌથી વધારે સારી છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એ એક લાંબા ગાળાની બચત યોજના છે, જે છોકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, માતાપિતા 10 વર્ષથી ઓછી ઉંમરની તેમની દીકરીના નામે SSY માં ખાતું ખોલાવી શકે છે. વધુમાં વધુ તમે 2 દીકરી ના ખાતા આ યોજનામાં ખોલાવી શકો છો. જોડિયા છોકરીઓના કિસ્સામાં, ત્રણ છોકરીઓ સુધીની મર્યાદા છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના ની મુખ્ય લાક્ષણિકતાઓ:

  • ફક્ત ભારતના સ્થાનિક રહેવાસીઓ જ આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • લઘુત્તમ રોકાણ ₹250 અને મહત્તમ ₹1.5 લાખ વાર્ષિક છે.
  • હાલમાં, SSY ખાતા પર 8.2% વાર્ષિક વ્યાજ મળે છે.
  • ખાતું 15 વર્ષ સુધી ચાલુ રહે છે, અને છોકરી 21 વર્ષની થાય ત્યારે જ તેને બંધ કરી શકાય છે.
  • આ યોજના હેઠળ રોકાણ કરેલી રકમ આવકવેરા કલમ 80C હેઠળ કર કપાત માટે પાત્ર છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના ફાયદાઓ:

  • છોકરી 18 વર્ષની થાય ત્યારે, તે ખાતામાંથી 50% રકમ આંશિક રીતે ઉપાડી શકે છે.
  • લગ્ન કે શિક્ષણ જેવા મહત્વપૂર્ણ પ્રસંગોએ આ યોજનાનો ઉપયોગ કરી શકાય છે.
  • જો છોકરીના માતાપિતાનું મૃત્યુ થાય અથવા ગંભીર બીમારી થાય, તો ખાતું સમય પહેલાં બંધ કરી શકાય છે.

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC)

મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ્સ (MSSC) એ એક 2 વર્ષની મુદતની યોજના છે, જે મહિલાઓની આર્થિક સહાયતા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, કોઈપણ મહિલા પોતાના માટે અથવા સગીર છોકરીના નામે રોકાણ કરી શકે છે.

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર મુખ્ય લાક્ષણિકતાઓ

  • લઘુત્તમ રોકાણ ₹1,000 અને મહત્તમ ₹2 લાખ છે.
  • હાલમાં, આ યોજનામાં 7.5% વાર્ષિક વ્યાજ મળે છે.
  • આ યોજનાની મુદત 2 વર્ષ છે અને તે 31 માર્ચ, 2025 સુધી માન્ય છે.
  • ખાતું ખોલ્યાની તારીખથી એક વર્ષ પછી, ખાતાધારક 40% રકમ ઉપાડી શકે છે.

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર ફાયદાઓ

  • આ યોજનાનો લાભ દેશની કોઈ પણ પોસ્ટ ઓફિસોમાં જઈને લઇ શકો છો.
  • જો ખાતાધારકનું મૃત્યુ થાય અથવા જીવલેણ બીમારી થાય, તો ખાતું સમય પહેલાં બંધ કરી શકાય છે.
  • ખાતું ખોલ્યાના 6 મહિના પછી, કોઈ કારણ આપ્યા વિના તેને બંધ કરી શકાય છે, પરંતુ સમય પહેલાં બંધ કરવા પર 2% વ્યાજ ઘટાડો થાય છે.

SSY અને MSSC વચ્ચેનો મુખ્ય તફાવત

માહિતીસુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC)
લક્ષ્યછોકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવુંમહિલાઓની નાણાકીય સ્વતંત્રતા
મુદત21 વર્ષ સુધી (15 વર્ષ રોકાણ)2 વર્ષ
વ્યાજ દર8.2%7.5%
રોકાણ મર્યાદા₹250 થી ₹1.5 લાખ વાર્ષિક₹1,000 થી ₹2 લાખ
કર લાભકલમ 80C હેઠળ કર કપાતકોઈ કર લાભ નથી

નિષ્કર્ષ

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC) બંને યોજનાઓ મહિલાઓ અને છોકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે બનવાવમાં આવેલ છે. જો તમે તમારી દીકરીના ભવિષ્ય માટે લાંબા ગાળાની યોજના શોધી રહ્યા છો, તો SSY સૌથી સરસ વિકલ્પ છે. જ્યારે, જો તમે મહિલાઓ માટે ટૂંકા ગાળાની બચત યોજના ઇચ્છો છો, તો MSSC એ યોગ્ય પસંદગી છે.

Leave a Comment