Sona Na Aaj Na Bhav: ટેરિફ નીતિના કારણે સોના ના ભાવ All time High, જાણો આજના ભાવ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ અને વિશ્વભરમાં ફેલાતી Geopolitical અનિશ્ચિતતાઓના કારણે સોનાની માંગમાં ઝડપી વધારો થયો છે. આ પરિસ્થિતિને લીધે, દેશ અને વિદેશ બંનેમાં સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સમયે સોનામાં કોઈ નરમાશ દેખાતી નથી, પરંતુ રોકાણકરો ના પ્રોફિટ બુકિંગને કારણે ભાવમાં થોડો ઘટાડો થઈ શકે છે.

હાલમાં, સોનાના ભાવ All time High પર પહોંચી ગયા છે. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 90,000 રૂપિયાની આસપાસ છે, જ્યારે વિદેશી બજારમાં સોનાની કિંમત પ્રતિ ઔંસ $3,000ને પાર કરી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ અને આર્થિક મંદીના ભયને કારણે અમેરિકામાં સોનાની માંગમાં વધારો થયો છે, જેની સીધી અસર ભાવો પર દેખાઈ રહી છે. સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે, અને જેમ જેમ વિશ્વભરમાં અનિશ્ચિતતા વધી રહી છે, તેમ તેમ સોનાની માંગ પણ વધી રહી છે.

ગયા અઠવાડિયે સોનામાં 3%નો વધારો

18 માર્ચની સવારે, કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ગોલ્ડ ફ્યુચર્સ  369 રૂપિયા અથવા 0.40% ના વધારા સાથે 88,375 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા હતા. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના મુજબ, 17 માર્ચે 999 શુદ્ધતા ધરાવતા સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 88,100 રૂપિયા હતો. ગયા અઠવાડિયે સોનામાં 3% જેટલો વધારો જોવા મળ્યો હતો, સ્થાનિક અને વિદેશી બજારોમાં સોનાના ભાવની રેકોર્ડ ઊંચાઈ છે.

ટેરિફ વોરથી સોનાની ચમક વધી

એન્જલ વન જેવી બ્રોકરેજ ફર્મના વિશ્લેષક પ્રથમેશ માલ્યાના મતે, “ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે ફુગાવો અને આર્થિક અનિશ્ચિતતા વધવાની સંભાવના છે. આ પરિસ્થિતિને લીધે, 2025 સુધીમાં સોનું નવા રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. સોનાને રાજકીય જોખમ અને ફુગાવા વચ્ચે સુરક્ષિત રોકાણનો વિકલ્પ માનવામાં આવે છે.”

વિશ્વભરની મધ્યસ્થ બેંકો પણ સોનામાં રોકાણ વધારી રહી છે. કોવિડ-19 પછી સોનાની માંગમાં આવેલો વધારો હજુ પણ કાયમી છે, જેના કારણે સોનાની કિંમતો સતત ચડતી રહી છે.

Leave a Comment