સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2025 યુગલદીઠ ₹12,000/- સહાય આપવામાં આવે છે

sat fera samuh lagna yojana 2025 gujarat સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2025 લગ્ન એક મહત્વપૂર્ણ સામાજિક પ્રસંગ છે, પણ ઘણી વાર દેખાદેખીથી ખર્ચ પણ થાય છે. ઘણીવાર પરિવાર આ ખર્ચને પહોંચી વળવા માટે લોન લેતા હોય છે, જે તેમના માટે ચિંતાનો વિસય કેવાય છે.

ગુજરાત સરકાર દ્વારા “રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન સહાય યોજના” અમલમાં મુકવામાં આવી છે, જેમાં સમૂહ લગ્નમાં ભાગ લેનારને અને આયોજક સંસ્થાને ₹12,000 સહાય આપવામાં આવે છે.

સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2025 માટે લાગતા દસ્તાવેજો

  1. લગ્નની કંકોત્રી
  2. કન્યાના પિતાનો આવકનો દાખલો (સત્તાવાર અધિકારીનો)
  3. યુવક/યુવતીના શૈક્ષણિક પ્રમાણપત્રો અથવા જન્મ દાખલો
  4. જાતિનો દાખલો (SC સર્ટિફિકેટ)
  5. બેંક એકાઉન્ટ પાસબૂકની નકલ
  6. લાભાર્થીઓના ફોટોગ્રાફ્સ

સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2025 માટે પાત્રતા માપદંડ: Sat fera samuh lagna yojana 2025 eligibility

  • આ યોજનાનો લાભ માત્ર અનુસૂચિત જાતિ (SC) ના ગુજરાતના રહેવાસી લાભાર્થીઓને જ મળશે.
  • ઉમેદવારની વાર્ષિક આવક:
  • ગ્રામ્ય વિસ્તાર માટે ₹1,20,000/-
  • શહેરી વિસ્તાર માટે ₹1,50,000/-
  • કન્યાની ઉંમર લગ્ન સમયે ઓછામાં ઓછી 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
  • પુન: લગ્ન માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી.
  • લગ્નના 2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે.

જન ધન ખાતાધારકોને મળશે 10 હજાર રૂપિયા, અહીંથી અરજી કરો

સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2025 યુગલને સહાય: sat fera samuh lagna yojana 2025

  1. યુગલદીઠ ₹12,000/- કન્યાના નામે આપવામાં આવે છે.
  2. આયોજક સંસ્થાને સહાય: આયોજક સંસ્થાને યુગલદીઠ ₹3,000/- અને મહત્તમ ₹75,000/- સુધીની સહાય આપવામાં આવે છે.

અરજી કરવાની પ્રક્રિયા: સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2025 અરજી કઈ કચેરીમાં કરવી?

  • તમારા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયત,
  • અરજી સમયમર્યાદા: લગ્નના બે વર્ષની અંદર અરજી કરવાની રહેશે.
  • નિકાલ સમયમર્યાદા: અરજી મળ્યા પછી 30 દિવસની અંદર નિકાલ કરવામાં આવશે.

2025થી દર મહિને મળશે 1200, જાણો કેવી રીતે લાભ લેવો

Sat fera samuh lagna yojana online registration

માઈ રમાબાઈ આબેડકર સાતફેરા સમૂહ લગ્ન સહાય યોજના ફોર્મ

Leave a Comment