ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના માટે બજેટમાં ફાળવણી કરવામાં આવી છે અને આ યોજના દ્વારા દીકરીઓને ભણવા માટે સહાય આપવામાં આવે છે ધોરણ 9 થી 12 સુધી સરકાર દ્વારા સહાય આપવામાં આવશે
નમો લક્ષ્મી યોજના માટે કેવી રીતે કરવી? કયા વિધાર્થીઓ યોજના લાભ મેળવી શકે અરજી કરવા માટે ડોક્યુમેન્ટ કયા જોઈએ છે અને સંપૂર્ણ વિગત નીચે આપેલ છે
Namo Lakshmi Yojana Gujarat – Eligibility, Documents & Benefits Eligibility Requirements
ફક્ત છાત્રાઓ (માત્ર છોકરીઓ માટે માન્ય)
કુલ પરિવારની વાર્ષિક આવક ₹6,00,000/- થી ઓછી હોવી જોઈએ
આ વર્ગોમાં અભ્યાસ કરતી હોવી જરૂરી:
- ધોરણ 9
- ધોરણ 10
- ધોરણ 11
- ધોરણ 12
આ શાળાઓમાં અભ્યાસ કરતી હોવી જરૂરી:
સરકારી શાળા (Government School)
અનુદાનિત ખાનગી શાળા (Non-Government Aided School)
ખાનગી શાળા (Private School)
નમો લક્ષ્મી યોજના 2025 આવશ્યક દસ્તાવેજો (Required Documents)
- આધાર કાર્ડ (Aadhar Card)
- મોબાઈલ નંબર (Registered Mobile Number)
- બેંક એકાઉન્ટ વિગતો (Bank Account Details – Beneficiary’s Name)
- શૈક્ષણિક દસ્તાવેજો (Education-Related Documents – Marksheet, School Certificate)
- માતાપિતાનું આધાર કાર્ડ (Parent’s Aadhar Card)
નમો લક્ષ્મી યોજના 2025 લાભાર્થીની પાત્રતા: Namo Lakshmi Yojana Gujarat – Eligibility
રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને નીચે મુજબની પાત્રતાને આધીન આ સહાય મળવાપાત્ર રહેશે.
a) રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ-૮નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ ૯માં પ્રવેશ મેળવેલ હોય, અથવા
b) રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RTE અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ ૧ થી ૮નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ ૯માં પ્રવેશ મેળવેલ હોય, અથવા
c) ઉપર (a) અને (b) સિવાયની જે વિદ્યાર્થિનીઓએ ધોરણ-૮ પૂર્ણ કર્યા બાદ ધોરણ ૯માં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ.૬ લાખ કે તેથી ઓછી હોય.
નમો લક્ષ્મી યોજના 2025 મળવાપાત્ર સહાય: Namo lakshmi yojana gujarat amount
નમો લક્ષ્મી યોજના 2025 હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કર્યેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થિનીને કુલ રૂ. ૫૦,૦૦૦/- સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે.
a) ધોરણ ૯ અને ૧૦ના મળી કુલ રૂ. ૨૦,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી ૯ અને ૧૦ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૫૦૦/-મુજબ વાર્ષિક રૂ. ૫,૦૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૧૦,૦૦૦/-ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૧૦,૦૦૦/- ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષા પાસ કાર્ય મળવાપાત્ર રહેશે.
b) ધોરણ ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ. ૩૦,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી ૧૧ અને ૧૨ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૭૫૦/- મુજબ વાર્ષિક રૂ. ૭,૫૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૧૫,૦૦૦/-ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૧૫,૦૦૦/- ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.