Manav Kalyan Yojana 2025 ગુજરાત રાજ્યમાં આવકની તંગી અને રોજગારીના અભાવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025 માટે માનવ કલ્યાણ યોજના રજૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે જે નાગરિકો આર્થિક રીતે પછાત છે, તેમને નાનાં સાધનો મળી રહે જેથી તેઓ પોતાનો સ્વરોજગાર શરૂ કરી શકે અને આત્મનિર્ભર બની શકે.
Manav Kalyan Yojana 2025
વિગતો | માહિતી |
---|---|
યોજનાનું નામ | Manav Kalyan Yojana 2025 |
યોજનાની ભાષા | ગુજરાતી / અંગ્રેજી |
લાયકાત | BPL કાર્ડ અથવા રૂ.6,00,000 સુધીની આવકવાળા નાગરિકો |
સહાય | નવા ધંધા અને વ્યવસાય માટે સાધન સહાય |
અરજી પદ્ધતિ | ઓનલાઈન e-Kutir Portal |
અધિકૃત વેબસાઇટ | cottage.gujarat.gov.in | e-kutir.gujarat.gov.in |
માનવ કલ્યાણ યોજના 2025 પાત્રતા (Eligibility Criteria)
- લાભાર્થીની ઉમર: 16 થી 60 વર્ષ.
- BPL યાદીમાં નામ અથવા વાર્ષિક આવક રૂ.6,00,000થી ઓછી હોવી ફરજીયાત.
- આવકના દસ્તાવેજ તાલુકા મામલતદાર / નગરપાલિકા અધિકારીએ માન્ય કરેલ હોવા જોઈએ.
માનવ કલ્યાણ યોજના 2025-26 જાહેરાત
કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી, ગાંધીનગર દ્વારા 2025-26 માટે માનવ કલ્યાણ યોજના જાહેર કરાઈ છે. હવે આ યોજનામાં ઘરના નાનાં ધંધા શરૂ કરવા માટે સાધનો મફતમાં મળશે.

માનવ કલ્યાણ યોજના 2025-26 How to Apply Online — અરજી કેવી રીતે કરવી?
Manav Kalyan Yojana 2025 માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:
- Google માં “e-Kutir Gujarat” લખી સર્ચ કરો.

- “Commissioner of Cottage and Rural Industries” ની ઓફિશિયલ વેબસાઈટ ખોલો.
- Menu માંથી E-Kutir Portal પસંદ કરો.
- User ID & Password હોવા પર લોગિન કરો, નહિતર “New Registration” પર ક્લિક કરો.
- અરજી ફોર્મમાં વ્યક્તિગત વિગતો ભરો.
- જરૂરી દસ્તાવેજ સ્કેન કરીને અપલોડ કરો.
- છેલ્લે Confirm Application બટન ક્લિક કરો અને Application Number નોટ કરો.
Faqs
માનવ કલ્યાણ યોજના 2025 શું છે?
આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા નાગરિકોને રોજગારી માટે ટુલકીટ અને સાધન સહાય આપવામાં આવે છે.
માનવ કલ્યાણ યોજના 2025 અરજી કઈ વેબસાઈટ પર કરવી?
e-Kutir Gujarat Portal પર ઓનલાઈન ફોર્મ ભરવું પડશે.
માનવ કલ્યાણ યોજના 2025 કેટલી આવક સુધી સહાય મળે?
પરિવારની વાર્ષિક આવક રૂ.6,00,000 સુધી હોય તો સહાય માટે પાત્રતા રહેશે.
માનવ કલ્યાણ યોજના 2025 કોને કોને આ યોજના હેઠળ સહાય મળશે?
ગુજરાતના નબળા વર્ગના નાગરિકો જેમની પાસે આવક મર્યાદા મુજબ પુરાવા હશે, તેઓ લાભ મેળવી શકે.