KCC Loan: ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન ગેરંટી વિના લોન મળશે, જાણો વિગત

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ખેડૂતોને આર્થિક મદદ મળી શકે તેના માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂત ને આર્થિક સહાય પુરી પાડવી જેથી ખેડૂત ને ખેતપેદાશ ની સાધન સામગ્રી લેવામાં મદદ મળી શકે.

આ યોજના હેઠળ, ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગીરવે મૂક્યા વિના મળી રહી છે. જો તમે પણ ખેડૂત છો, તો આ યોજનાનો લાભ ઘરે બેઠા બેઠા લઇ શકો છો.

કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના ખેડૂતો માટે એક વરદાન સમાન છે. આ યોજના હેઠળ, ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વિના મળી રહી છે. આ લોનનો ઉપયોગ ખેડૂતો પોતાની ખેતીને વિસ્તૃત કરવા, નવી તકનીકો લાવવા અને ખેતી સંબંધિત જરૂરિયાતો પૂરી કરવા માટે કરી શકે છે.

આ યોજનાની ખાસ વાત એ છે કે આમાં કોઈ મિલકત ગીરવે રાખવાની જરૂર નથી. ખેડૂતો આ લોનનો ઉપયોગ ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે કરી શકે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંક (RBI) અને નાબાર્ડના સહયોગથી ચલાવવામાં આવે છે, જે ખેડૂતોને મુશ્કેલ સમયમાં આર્થિક મદદ પૂરી પાડે છે.

KCC લોનના ફાયદા

  • 3 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગીરવે મૂક્યા વિના.
  • માત્ર 4% વ્યાજ દર સાથે સરળ ચુકવણી.
  • લોનનો ઉપયોગ ખેતી સુધારણા, બીજ, ખાતર, સિંચાઈ અને અન્ય જરૂરિયાતો માટે કરી શકાય છે.
  • ખેડૂતો 3 લાખ રૂપિયાથી વધુની લોન પણ મેળવી શકે છે.

KCC માટેની પાત્રતા

  • ઉંમર: 18 વર્ષથી 75 વર્ષની વચ્ચેના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • જમીન: તમારી પોતાની જમીન હોવી જરૂરી નથી. ભાડે જમીન લઈને ખેતી કરનાર ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • ખેતી સંબંધિત કામગીરી: ખેતી, મત્સ્યપાલન, પશુપાલન અથવા અન્ય કૃષિ સંબંધિત કામગીરી કરનાર ખેડૂતો પાત્ર છે.

KCC માટે અરજી કેવી રીતે કરશો?

KCC માટે અરજી કરવાની બે સરળ રીતો છે:

ઓનલાઈન પદ્ધતિ:

  • સૌપ્રથમ, તમારી બેંકની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ના વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • ફોર્મ સબમિટ કરો અને રેફરન્સ નંબર નોંધી લો.

ઓફલાઈન પદ્ધતિ:

  • તમારી નજીકની બેંકની શાખામાં જાઓ.
  • KCC ફોર્મ મેળવો અને તેને યોગ્ય રીતે ભરો.
  • જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ સબમિટ કરો.
  • બેંક અધિકારી સાથે વાત કરીને પ્રક્રિયા પૂર્ણ કરો.

KCC માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • મતદાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • જમીનના દસ્તાવેજો (જો હોય તો)
  • ડ્રાઇવિંગ લાઇસન્સ (વૈકલ્પિક)

KCC Loan

Leave a Comment