FD Rates Hike: આ બેંક આપી રહી છે ધમાકેદાર વ્યાજદરો, ₹2 લાખના રોકાણ પર મેળવો ₹38,400 રિટર્ન!

આજના સમયમાં જ્યારે મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે સામાન્ય લોકો માટે સૌથી મોટો પ્રશ્ન બને છે કે ક્યાં પૈસા રોકવામાં સુરક્ષા સાથે રિટર્ન પણ મળવા જોઈએ. આવા સમયમાં મોટાભાગના લોકો ફિક્સ ડિપોઝિટ (FD) તરફ વળે છે. FD એટલે કે સ્થિર આવકવાળી એક એવી સ્કીમ જ્યાં principal સુરક્ષિત રહે છે અને ભવિષ્ય માટે ખાતરીપૂર્વકનું રિટર્ન મળે છે. FD Rates Hike

જો તમે પણ FDમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યાં છો તો આજની માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી બની શકે છે. કારણ કે સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક હવે પોતાના ગ્રાહકોને 9.10% જેટલી ઉંચી વ્યાજદરો આપી રહી છે.

RBIએ ઘટાડ્યો રેપો રેટ, છતાં આ બેંકે વધાર્યા FDના વ્યાજદરો

ફેબ્રુઆરી અને એપ્રિલ 2025માં ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટમાં 0.50%નો ઘટાડો કરાયો હતો. રેપો રેટ 6.50%થી ઘટીને 6.00% થયો છે. મોટાભાગના બેંકો જેમ કે SBI, HDFC, ICICI અને અન્ય નાના બેંકોએ FD પર વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. પરંતુ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક એ તમામ ટ્રેન્ડના વિરુદ્ધ જઈને વ્યાજદરોમાં વધારો કર્યો છે.

  • સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકના નવા FD રેટ્સ (FD Rates Hike)
  • સામાન્ય ગ્રાહકો માટે FD વ્યાજદરો – 4% થી 8.60% સુધી
  • વરિષ્ઠ નાગરિકો માટે FD વ્યાજદરો – 4.50% થી 9.10% સુધી

ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે 9.10% નો વ્યાજ દર એક અત્યંત આકર્ષક વિકલ્પ છે, જેનાથી તેઓને વધુ અને સુરક્ષિત રિટર્ન મળે છે. 5 વર્ષ માટે FD કરવા પર સામાન્ય વ્યક્તિને પણ 8.60% વ્યાજ મળી શકે છે.

₹2 લાખના રોકાણ પર ₹38,400 રિટર્ન કેવી રીતે?

જો કોઈ વ્યક્તિ 2 લાખ રૂપિયા માટે 5 વર્ષ માટે FD કરે અને વ્યાજ દર 8.60% રાખવામાં આવે, તો કુલ મળતા રિટર્ન રૂ. ₹38,400 થી વધુ થઇ શકે છે, જે આજેના સમયમાં એક સુરક્ષિત અને લાભદાયક વિકલ્પ છે.

શું ખાસ છે FD Rates Hike માં?

  • RBIના રેપો રેટ ઘટાડા બાદ પણ FDના વ્યાજદરમાં વધારો
  • વરિષ્ઠ નાગરિકો માટે ખાસ સ્કીમ – 9.10% સુધી
  • અન્ય મોટા બેંકો કરતાં વધુ રિટર્ન
  • સુરક્ષિત અને નિશ્વિત આવકવાળી યોજના
  • લાંબા ગાળાનું રોકાણ કરવા ઇચ્છુકો માટે શ્રેષ્ઠ વિકલ્પ

Leave a Comment