મોંઘવારી ભથ્થા પર કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો, જાણો DA વધારા અંગે સંપૂર્ણ વિગતો

DA Hike 2025 : કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતા લગભગ 1.2 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટો સમાચાર સામે આવ્યો છે. દર છ મહિનાએ મળતા મહંગાઈ ભત્તા માં, 2025ની પહેલી છ માસિકમાં માત્ર 2%ની નાની વધારાની જાહેરાત કરવામાં આવી છે. હવે, જુલાઈથી ડિસેમ્બર 2025 માટે પણ જે આંકડા સામે આવ્યા છે,તે કર્મચારીઓ માટે નિરાશા જનક છે.

DA વધારાની હાલની સ્થિતિ

વિગતમાહિતી
વર્તમાન DA દર55% (જાન્યુઆરી 2025થી લાગુ)
છેલ્લો વધારોમાત્ર 2% (જાન્યુઆરી 2025)
સામાન્ય અપેક્ષા3% કે તેથી વધુ
હાલનો અંદાજફરી માત્ર 2% અથવા શક્યતા મુજબ 0%

DA વધારાનો આધાર:

મહંગાઈ ભથ્થાની ગણતરી AICPI (All India Consumer Price Index) ના આધારે થાય છે, જેને શ્રમ બ્યૂરો દર મહિને જાહેર કરે છે. જાન્યુઆરીથી માર્ચ 2025 સુધીના આંકડાઓ અનુસાર મોંઘવારીમાં ઘટાડો થયો છે, જેના પરિણામે મહત્તમ 2% સુધીનો જ વધારો શક્ય છે.

78 મહિના પછી મોટો ઝટકો

કર્મચારીઓ માટે આ સ્થિતિ છેલ્લા 78 મહિનામાં, એટલે કે લગભગ સાંઢા છ વર્ષ પછી જોવા મળી છે. અગાઉ સતત 3% કે 4% સુધીના વધારો થતો હતો, પરંતુ આ વખતે નીચા આંકડાઓએ નિરાશા ફેલાવી છે.

Leave a Comment